હું કહું છું, તુૃં થોડું રિસાવાનું રાખ
કરગરું તોય ન માનવાનું રાખ
આમ સતત શું ચાહે છે મને ?
બહુ વધારે એ નથી ફાવતું મને
હું કહું છું, થોડું વઢવાનુંય રાખ
કરગરું તોય ન માનવાનું રાખ
આમ ઘરથી દુકાન, દુકાનથી ઘર શું કરે છે?
પાછો કહે છે કે મને સાથે લઈને ફરે છે !
હું કહું છું, થોડું કનડવાનું રાખ
કરગરું તોય ન માનવાનું રાખ
કેટલી સાચવવી છે તારે મને?
સાચવીને સાવ નિષ્ક્રિય કરવી છે મને?
હું કહું છું, થોડું તડપાવાનું રાખ
કરગરું તોય ન માનવાનું રાખ
કરવા દે મને ફરિયાદો રોજ
તારા છૂપા સ્મિતમાં કરવા દે મને મોજ
હું કહું છું, થોડું ભરમાવાનું રાખ
કરગરું તોય ન માનવાનું રાખ.
હું કહું છું, તું થોડું રિસાવાનું રાખ
કરગરું તોય ન માનવાનું રાખ.
©અનુ.