હું અવતારી નથી રે !
પામર છું, તદ્દન પામર.
ક્યારે, કઈ વાત કેવી રીતે તને દુભવશે !
હું ન જાણી શકું.
હું તારા પ્રવાહમાં મોજથી વહેતું તણખલું છું.
કેટકેટલા અંતરાયો વેઠે છે તુૃં
તારા ઉબડ-ખાબડમાં પછડાતું, કૂટાતુૃં,
દોડતી તારી સપાટી પર દોડતું-અટકતું
હું
તારા પ્રત્યેક સફરમાં આગળ-પાછળ રહી
તારાં ખારાં-મીઠાં કે ક્યારેક સૂકાં થતાં જતાં જળને
અનહદ ચાહું છું હું.
તારે જ તળિયે સદાયને માટે વીલિન થવા
પ્રતિબદ્ધ છું હું...