સબંધ
નયનનો કીકી સાથે, ઘ્રાણનો નસકોરા સાથેનો સબંધ
અધર નો દંત સાથે, શ્રવણનો પડઘા સાથેનો સબંધ
માતૃ ઉદરનો શિશુ સાથે, પિતૃ હસ્તનો પગલી સાથેનો સબંધ
પૃથ્વીનો પાતાળ સાથે, ભાસ્કરનો શશી સાથેનો સબંધ
ફૂલનો છોડ સાથે, ફળનો વૃક્ષ સાથેનો સબંધ
કવિનો કવિતા સાથે, મારો તમારી સાથેનો સબંધ
-Violet R Christian