એ કંઈ ન બોલ્યો
કોઈ ચોખવટ પણ ન કરી
જેમ અજાણતા પ્રવેશેલો એમ અજાણતા જ પ્રસ્થાન કરી ગયો
અજાણ રસ્તે ક્ષણભરમાં જીવી નાખ્યાં મેં ભવનાં આયખાં
ને પાછી ફરી પછી
અહીં જ
સોનવર્ણી સાંકળે ખેંચાતી
અગમ્ય સુખોનાં અજાણ્યા ચોરાહે
સોળ શણગાર કરી નમતી આંખે
હું રાહ જોતી ઊભી છું
ક્યારે આ દેહ પડે
ને ઉતરે અંગઅંગ પરથી
કંચનનો કિરદાર
પેલા અજાણ પંથે પવનવેગે
દોટ મૂકીશ પછી હું હરખે-હરખે...