આ સુરત શહેર છે.
ભટકેલાને માર્ગ બતાવે.
રુઠેલાં લોકોને ઘડીએ ઘડીએ હસાવે.
મોટાઓની વાત રાખી નાનાને માન અપાવે.
દૂર થતાં લોકોને ખબર પૂછી મનમાં મનાવે.
સુરતને છોડી જનારાને આલુપુરી લોચાથી સતાવે.
તો ય મારુ સુરત દરેક સ્થિતિમાં મનથી મલકાવે.
પારકાને પોતીકા કહી સુરતીનો હક જતાવે
કમાવવાને પૈસો, સાંજ થતા કરે જલસો.
ખાવાને રોટલો સુવાને ઓટલો આપે
દુનિયામાં સુરતીલાલાથી જગ જાહેર છે.
જ્યાં જુઓ ત્યાં તહેવારમાં સુરતી સહેલાણીની મોજ છે
જ્યાં તાપી મૈયાની મહેર છે.
ગાયત્રી પટેલના શબ્દો રચનાની સુરત દેન છે
-Gayatri Patel