દિવસ બદલાયો.
તિથિ સવંત બદલાયું.
સ્વભાવ બદલાયો,માણસ બદલાયો.
દુનિયાને નજરથી જોતા પળમાં પલટાયો.
પણ ના બદલાયું તો લોકો સાથેનું અંતર.
સોશિયલ મીડિયામાં મેસેજનો મારો.
સમય જતાં મળવાનો મોકો ખોવાયો.
જોત જોતામાં ઘર ઘર જવાનો
એ નવા દિનનો પ્રસંગ વિસરાયો.
સમય બદલાયા બાદ લોકોની નીતિ
અને સબંધ સાચવવાની રીતિ.
સમય સાથે માણસે કરી સ્થિતિ
સમજી વિચાર્યા વગર રહી પરિસ્થિતિ.
ગાયત્રી પટેલ
-Gayatri Patel