સાચી દોસ્તી
વાત છે આ એક દોસ્તી ની ... હા દોસ્તી દુનિયા નો સૌથી ઉત્તમ સંબંધ . જયારે કોઈ સાથે ન હોય ત્યારે સાથે હોય તે દોસ્ત . આ વાત છે 2 સખીઓ ની મનાલી અને આકૃતિ. હા પણ હવે એ બંને પેલા જેવી સખીઓ નથી . મનાલી ફાયદો ઉઠાવતી ગઈ અને આકૃતિ એ દોસ્ત સમજી વાત જવા દીઘી .
પણ જ્યારે કોઈ સંપૂર્ણ પણે આપણને માત્ર એક લાભ ની રીતે જોતું હોય ત્યારે આપણે ત્યાં ધ્યાન ખેંચવું જોઈએ . પણ મનાલી નું વર્ચસ્વ આકૃતિ પર એટલું બધું વધી ગયું હતું કે આકૃતિ ને મનાલી સિવાય કોઈ ની વાત ક્યારેય સાચી જ ન લાગી . આખરે જયારે આકૃતિ એ એની જ મનાલી ના મોઢે બીજા કોઈક સાથે ની એની વાત સાંભળી ત્યારે એ તૂટી ગઈ . આ આઘાત કદાચ એ ક્યારેય ન સ્વીકારી શકે એવો હતો છતાં એ ધીમે ધીમે ફરી ઉભી થઇ . મનાલી એના પ્રયત્નો છતાં કરતી રહી પણ આ વખતે આકૃતિ મનાલી ની માયા માંથી બહાર હતી તો ફરી ફસાય નહિ પણ તૂટતી રહી અંદરોદર . આખરે ઘણા સમય પછી એ ફરી ઉભી થઇ રહી અને ત્યાં જ એને સમાચાર મળ્યા અને એ ફરી તૂટી ગઈ .
આ વખતે એની મનાલી એની પરિસ્થતિ માં ફસાય. પોતે તો પૈસે ટકે ન’તી ઘવાય પણ અહીંયા તો મનાલી રસ્તા પર આવી ગઈ . આમ ભલે પોતાને ચતુર સમજી ચાલ રમતી બધા સાથે પણ હતી તો કઈ ખાસ બુદ્ધિ શાળી નહી એટલે પછડાય . પણ આકૃતિ તો મનાલી ની સાચી સખી . દિલ થી જેનું દિલ એના માં વસતુ એવી સખી તો એમ કેમ રસ્તા પર આવવા દે એ એના જીવ ને . આકૃતિ એ મનાલી ને એના પગ પર ઉભી કરી પણ આ વખતે દિલ થી જોડાવાની ભૂલ ના કરી .
મનાલી એ ઘણો આભાર માન્યો આકૃતિ નો અને પોતાની ભૂલ નો પછતાવો રજુ કરી નવી શરૂઆત માટે માંગણી કરી પણ એ મનાલી એ જ આકૃતિ ને કોઈ પર પણ ભરોસો કરતા રોકી . કહેવાય છે ને ખાલી ચણો વાગે ઘણો તેમ મનાલી એ એની ઓછી માનસિકતા માં આકૃતિ જેવી સાચી સખી ખોઈ અને એક ખોટી સખી ના ચક્કર માં પોતાનું બધું જ ગુમાવ્યું .
-પર્લ મહેતા