"કરવા ચોથની અવઢવ"
કરવા ચોથનું વ્રત આમ તો બહેનો સાથે જોડાયેલ છે, પરંતુ વ્રત પૂર્ણ પતિ અને ચાંદના દર્શનથી થાય છે. બહેનો હોંશે-હોંશે પૂરો દિવસ વગર અન્ન -જળ રહે છે અને વહેલી સવારે સાસુએ બનાવેલી સરગી ખાયને વ્રત ની શરૂઆત કરે છે અને સાંજે ચાંદના દર્શન કરી પતિ ના હાથે પાણી પી વ્રત પૂર્ણ કરે છે.સારંગી પણ કરવા ચોથના વ્રત માટે થનગનતી હતી કારણકે, લગ્ન બાદ તેમની આ પેહલી ચોથ હતી આમ, તો બંનેના લગ્ન પેહલા પણ સારંગી આ વ્રત કરતી હતી કારણકે, બંનેના પ્રેમલગ્ન હતા તેથી બંને એકબીજાને અગાઉથી જાણતા હતા.લગ્ન બાદ બધું બરાબર ચાલતું હતું અને દિવસો સારી રીતે જતા હતા જાણે સ્વર્ગની પ્રાપ્તિ થાય ગય હોઈ, અચાનક જ સમયનું વહેણ બદલાય છે અને થોડા સમયથી સાગરને નોકરીમાં બોસ વારેવારે ટોક્યા કરતા હોય છે અને તેના કામથી ખુશ રેહતા ન હોવાથી સારંગી ના કહેવાથી સાગર પ્રમોશન માટે બમણી મેહનત કરે છે. બોસને ખુશ કરવાના પ્રયત્નમાં લાગી જાય છે. કંપનીમાં પ્રોજેક્ટ આપેલો હોઈ છે ,સાગર એના માટે ખાસ દિન-રાત મેહનત કરે છે. આજે કરવા ચોથ ના દિવસે જ તેનું પરિણામ આવવાનું છે.એક તરફ સારંગી એના માટે ખુશ છે અને પોતાના વ્રત માટે ,બીજી તરફ સાગર પણ આજ રીતે ખુશ છે અને હોંશે- હોંશે કંપનીમાં પહોંચે છે ત્યાં પહોંચતા જ જાણ થાય છે ,પ્રોજેક્ટ નું પરિણામ અને પ્રમોશન બંને બીજા વ્યક્તિને મળી ગયું છે, સાગરના પગતળેથી જમીન સરકી જાય છે, તે ખૂબ જ હતાશ થય જાય છે ,જ્યારે ઘરે ચાંદ ના નીકળવાથી સાગરની રાહ જોતી સારંગી સજીધજીને અગાસીએ બેસી રહી છે. મોડી રાતે સાગર ઘરે પરત ફરે છે પરંતુ તેને પોતાની નોકરીની ચિંતામાં જ હોઈ છે એને સારંગી નું કાઈ ચિંતા નથી કે તે ખાલી તેની જ રાહ માં પૂરો દિવસ ભૂખી તરસી બેસી રહી છે. આ તરફ સારંગી ને સાગરના આવા વર્તનથી ગુસ્સો આવે છે, તે સાગરને પોતાનું વ્રત પૂરું કરવા કહે છે પરંતુ સાગર તેના પર ગુસ્સે થાય છેને બંને વચ્ચે ઝઘડો થાય છે. સાગર ગુસ્સામાં સારંગી ને ધકો મારીને જતો રહે છે, સારંગી રડે છે અને વ્રતની થાળી માં રહેલી ચારણી માં જેમ છિદ્ર છે તેવાજ પોતાના પ્રેમજીવન માં પડેલ છિદ્ર અને આવી પડેલી અણધારી મુશ્કેલી વિશે વિચારે છે અને સાગરની રાહ માં ચાંદને નિરખતી અગાશી પર જ બેસી રહે છે......