સાસુ ને વહુ
અમદાવાદમાં બે દિવસ ઉપર એક ઘટના બની હતી
વિસ્તાર કંઇક ગોતા ગામ બાજુનો છે એક રાજસ્થાનનું અગ્રવાલ અટકનું કુટુંબ રહેછે
તેમાં માં બાપ ને એક દિકરો ને તેની વહું હજી દશ મહિના પહેલા જ તેમને પોતાના છોકરાના લગ્ન કર્યા હતા આ કુટુંબમાં વહુ ને સાસુને રોજ કંઇક ને કંઇક વાતે નાનો મોટો ઝગડો થતો રહેતો હતો પણ બે દિવસ પહેલા કોઈ બાબતે એક એવો ઝગડો થયો કે સાસુનો જીવ ચાલ્યો ગયો બન્યું એમ કે વહુના સસરાને કોરોના હોવાથી તે અમદાવાદની કોઈ હોસ્પિટલમાં દાખલ છે ને છોકરો સવારે કોઈ મંદિરમાં ગયો હતો તો ઘરમાં સાસુ ને વહુ જ હતા એટલે આ સમયે તેમને કોઈ બાબતે નાનો ઝગડો થયો એટલે વહુને બહુ ગુસ્સો આવ્યો તેથી તેને બાજુમાં પડેલી લોખંડ ની પાઈપથી સાસુના માથામાં મારી એક બે ને ત્રણ જેવા ઘા થયા આખા ઘરમાં લોહી વહેવા લાગ્યું તો બાજુમાં રહેતા પડોશીઓ એ છોકરાને ફોન કરીને ઘરે બોલાવ્યો ને આવીને પોતાની વહુને પુછ્યું કે મમ્મીને શું થયું તો વહુએ જવાબ આપ્યો કે મને ખબર નથી મેં તેમને કંઈ પણ કર્યું નથી પણ સાસુ તો તે જ સમયે મરણ પામ્યા હતા પછી પોલીસ આવી ને વહુને ઉપાડી ગયા પછી જ્યારે પોલીસે જરા દબાણથી પુછ્યું ત્યારે વહું બોલી કે મેં જ મારા સાસુને મારી નાખ્યાં છે
ત્યાર બાદ વહુ ઉપર હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવાની શરુઆત કરી છે.
વાત એવી પણ બહાર આવી છે કે વહુ ને સસરાને કોઈક અંગત સંબંધ પણ હતો ને વહુને બે મહિનાનો ગર્ભ પણ હતો જે સાસુ આ સંબંધને જાણતા હતા આથી તેમને આવી બાબતો ઉપર ઝગડો થતો રહેતો હતો હવે સાચી ખોટી વાત તો કદાચ એ લોકો જ જાણતા હશે જેને આવો કોઈ સંબંધ હશે.
ખરેખર આજના જમાનામાં તો હવે સસરાઓ પણ હખણા રહેતા નથી!!!😆