રાગ : કોઈ તાંતણિયા ધરેથી તેડાવો મારી માડીને ...
કોઈ ગોકુળિયે જઈને પૂછી આવો મારા કાનાને
કયારે થાશે મુજથી એ રાજી ....
કોઈ મથુરામાં જઈને કહી આવો મારા કાનાને
દૂર થાશે કયારે નારાજી ...
કાનમાં છે કુંડળ ને....
હાથમાં છે મોરલી....
કાનુડો લાગે વરણાગી...(૨)
કોઈ જઈને (૨) સમજાવો રે સાહેલડી
કયારે થશે મુજથી એ રાજી રે.....
પીળા પિતાંબર ને
માથે છે મોરપીંછ
કાનુડો લાગે બડભાગી (૨)
કોઈ જઈને (૨) એને મનાવો રે સાહેલડી
કયારે થશે મુજથી એ રાજી રે...
જમનાને કાંઠે વ્હાલો
ઊભો રે એકલડો
જોવે છે કોની રે વાટલડી (૨)
હું તો હળવેરી (૨) હાલી ગીત ગાતી રે સાહેલડી
ક્યારે થશે મુજથી એ રાજી રે...
વનરા તે વનનો
મારગડો લાંબો
તલસી છે હવે આંખલડી (૨)
હું તો ભોળી રે (૨) શીદને ભરમાણી રે સાહેલડી
કયારે થશે મુજથી એ રાજી રે...
કેડે કંદોરો ને
માખણની મટકી
ચાલું છું હું રે ઉતાવળી...(૨)
હું તો ઘેલી રે (૨) ભવમાં ભટકાણી રે સાહેલડી
કયારે થશે મુજથી એ રાજી રે...
લેખક : શિતલ માલાણી
૧૮-૧૦-૨૦૨૦
રવિવાર