કરુણા
મારે જીવનમાં કંઈક કરવું છે.
મારે મારા મનને ગમતો સમય માણવો છે.
આવા અનેક સપના મારી સાથે-સાથે, દરેક વ્યક્તી રાખે છે.
શું મે ભવિષ્ય માટે જોયેલ સપનાને અનુરૂપ
મારો સમય, મારી પરિસ્થિતિ, મારી આવડત, મારો નિર્ણય, એમા મારા પોતાનાઓની સંમતિ છે ?
ત્યાં ન પહોંચું ત્યાં સુધી,
મારે બીજુ શું કરવાનું છે, તેનુ કોઈ યોગ્ય પ્લાનિંગ છે ?
શું હું એ પ્લાનિંગ પ્રમાણે ચાલી રહ્યો છું ?
કે
ચાલી શકિશ ?
અંતે નિષ્ફળતા મળશે તો હું સહન કરી, મારી જાતને સંભાળી શકીશ ?
એ વખતે હું મારી, કે મારી નિકટવાળાઓની નિરાશાનું કારણ ન બનું, એટલો હું મજબૂત બની શકુ છું ?
એ સમયે હિમ્મત રાખી, ફરી પ્રયાસ દ્રારા હું મારી જાતને અને મારી નજીકનાઓને આશાની નવી કિરણ બતાવી ઉત્સાહિત રાખી શકીશ ?
જીવ માત્ર પ્રત્યે કરુણા હશે તો, ચોકકશ આ બધાનો જવાબ અને પરિણામ હકારાત્મક મળશેજ.
#કરુણા