ઉતર પ્રદેશમાં આવેલ એક ગામ નામે હાથરસમાં આજથી પંદર દિવસ ઉપર શેરડીના એક ખેતરમાં નકામું ઘાસ કાપી રહેલ એક ઓગણીસ વરસની છોકરી ઉપર ચાર હવસખોરોએ તેની ઉપર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો સાથે સાથે તેના ગળા ને કમરજજુના હાડકા પણ તેઓએ ભાગી નાખ્યા હતા તેમજ તેના મોઢામાં રહેલી જીપ પણ તેઓએ કાપી નાખી હતી જેથી તે તેનુ સાચુ બયાન કોઇને આપી ના શકે
આ પછી છોકરી લગભગ પંદર દિવસ ત્યાની નજીકની હોસ્પીટલમાં સારવાર અર્થે રહી હતી પરંતું તે વધું જીવી ના શકી...
ઉતર પ્રદેશની પોલીસે હોસ્પીટલમાંથી લઇ જઇને રાતો રાત રાતના ત્રણ વાગે તેની ઉપર પેટ્રોલ નાખીને તેના અગ્ની સંસ્કાર પણ કરી દીધા પોલીસે તેનો નિર્જીવ દેહ તેના ઘરવાળાને પણ ના આપ્યો ને ના તેમને સ્મસાને આવવા દીધા! આથી આખા ભારતમાં આ અંગે તેનો ઘણો વિરોધ પ્રગટ થયોછે રાતો રાત નરેન્દ્ર મોદીએ ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગીજીને ફોન કરીને આ કેસમાં જે જે લોકો સંડોવાયેલા હોય તેમને જલદી પકડીને કાયદાકીય કાર્યવાહી કરવાની સુચના આપી દીધીછે જાણવા મળ્યું છે કે આ બળાત્કાર કરનાર ચારેય જણને પોલીસે ગણતરીના કલાકોમાં જ પકડી પણ લીધા છે
ને હવે પોસ્ટ મોટમનો રિપોર્ટ પણ હોસ્પીટલમાં આવી ગયો છે પણ રિપોર્ટમાં કોઇ જ બળાત્કાર થયો હોય તેવા કોઇ ચિન્હો મળ્યા નથી!
જો બળાત્કાર નથી થયો તો શું કામ આ છોકરી ઉપર આટલા જુલ્મો તેઓએ કર્યા હશે! તે પણ એક સવાલ અહી ઉભો થાયછે.
ત્યાની પોલીસ કંઇક અલગ કહેછે! તો લોકો પણ આ કેસને એક બળાત્કાર થયો છે તેમ સમજે છે તો હોસ્પીટલમાંથી આવેલ આ રિપોર્ટમાં કંઇક જુદુ જ કહેછે
તો હવે આ બધામાં શુ સાચુ છે ને શુ ખોટુ છે તે આવનારા દિવસો જ આપણને કહેશે પણ હાલ તો આનાથી આખા દેશમાં સખત વિરોધ ને હાહાકાર થવા પામ્યો છે.