લાગણીનો સ્ટેથોસ્કોપ
અદિરા અને મોહકની આજે એકબીજા સાથેની પહેલી મુલાકાત હતી. ફોન પર ઇન્સ્ટાગ્રામ પરની ત્રણ વર્ષની મૈત્રી આજે સંબંધમાં પરિણમવા જઈ રહી હતી. મળ્યા વગરની લાગણીઓ કેમ સમજવી?એ વિમાસણમાં તેઓ મળ્યા તો ખરા.પણ ,એકબીજાને પરખવા કઈ રીતે? એ વિચારમાં તે મૌન રહ્યા .પણ મોહકના મીઠા હાસ્યથી એ ચુપકીદી તુટી ગઈ.
એ મળ્યા ત્યારે મોહક પાસે એક નાનકડી બૅગ હતી. થોડા ઔપચારિક સંવાદો પછી મોહકે એ બૅગ અદિરાના હાથમાં મુકી દીધી.એક આશ્ચર્યના ભાવ સાથે અદિરાએ બૅગ ખોલીને જોયું તો તેમાં એક કાવ્ય સંગ્રહ હતો જેનું નામ હતું "અદ્રશ્ય પ્રણય" .એ પાના ઉથલાવી જોવા લાગી તો એમાં એ બંનેના અત્યાર સુધીના સંવાદો કાવ્ય સ્વરૂપે લખાયેલ હતા. અને એ પણ,લાગણીના સાચા સચોટ ભાવ સાથે.. આદિરાની આંખોમાં પ્રણયના પમરાટ સાથે ચમકતાં ઝાકળબિંદુ હતા ને મોહકના હૃદયમાં એ સંતુષ્ટિ હતી કે તે અદિરા માટે લાગણીનો સ્ટેથોસ્કોપ બની શકયાે. અદિરાને પણ કોઈ સાચા હૃદયનાં ધબકારને પરખનાર મળી ગયાનો સંતોષ અવણૅનીય હતો.
-ડૉ.સરિતા (માનસ)
-Dr.Sarita