શોધી લે જે હવે તું, હવે મને તારામાં.
હું હવે મળતો નથી, મને મારામાં.
કહે છે લોકો , ઘેલો થયો છું તારામાં
દીસે તારી ઝલક, સકળ સંસારમાં
વાતો તો છે ફ્કત, નિષ્ફળ પ્રણયની.
તું નથી તારામાં, હૂંય નથી મારામાં
શાંત પાણી મહીં , ઉઠતાં રહે વલયો.
વલયોની વ્યથા, સરખી રહી તારી મારામાં
#પ્રભુ 👁💝