આજના દિવ્ય દર્શન
શ્રી માંડવરાયજી મંદિર મુળી
૨૫/૦૯/૨૦૨૦
ભગવાન માંડવરાય દેવને પ્રાર્થના - છંદ, ભુજંગી
નમું આજ આદિત્યને હાથ જોડી,પ્રભુ કર્મના બંધનો નાખ તોડી !!રવિ ભાવથી તુજને શિશ નામું, કૃપા દ્રષ્ટિથી જો મુજ રાંક સામું !!
કરું વિનંતી આજ હું શુદ્ધ થાવા, ઉઠ્યું મનડું તાહરા ગુણ ગાવા !!વંદુ નિર્મળ બુદ્ધિ પ્રેરિત વાણી, તમે શુદ્ધ દ્યો અક્ષરો ભક્ત જાણી !!
અહો ! કેમ હું વર્ણવું વાત તારી, રહ્યો માનવી અલ્પ છે બુદ્ધિ મારી !!બધા દેવ ને ક્રોડ તેત્રીસ માંહે, રવિ તુજ થી ઉપરી કોણ થાયે ?
મણી માત્રના તેજ તે તુંથી રીઝે, નથી ઉપમાં જગતમાં તારી બીજે !!સહુ તીર્થમાં શ્રેષ્ઠ છે તેજ તારું, નિહાળી થયું તુષ્ટ ઓ મન મારું !!
ધરાને નિભાવે તું આકાશમાં થી, નવે ખંડમાં તું રહ્યો છે પ્રકાશી !!રવિ ઉગતા પદ્મના પુષ્પ ફૂંટે, ધરે ધ્યાન સૌ કર્મના બંધ છૂટે !!
પ્રભાતે સહુ કામ ધંધે ગૂંથાયે, ઋષિ-મુની ભાનુ આરાધવા જાયે !!ધરે ધ્યાન તારું જપે મંત્ર માળા, વદે સૂર્યના શ્ર્લોક સર્વે રસાળા !!
ટળે તાપ સંતાપ સૌ પાપ કાપે, પ્રભુ ભક્તને ઝટ તું મુક્તિ આપે !!ધરા સૂર્યના કિરણથી શુદ્ધ થાયે, વળી વૃક્ષને પ્રાણી સૌને જીવાડે !!
વીતે રજનીને થાયે ઉજાસ, 🙏🏻🙏🏻🌹🌞🌹🙏🏻🙏🏻