મીરા ની પીઠી ચોળાતી હતી . પીળા રંગ માં મીરા ખૂબ સુંદર લાગી રહી હતી અને એમાં પીઠી નો પીળો રંગ એની સુંદરતા માં ચાર ચાંદ લગાવી રહ્યો હતો !આસ પાસ ના બધા આવેલા હતા અને મોહન ભાઈ એ પોતાની એક ની એક દીકરી ના લગ્ન ના દરેક પ્રંસંગ ને ઉજવવા માટે ખૂબ ઝીણવટ ભરી તૈયારીઓ કરી હતી ! બધું સરસ ચાલતું હતું ત્યાંજ વેવાઈ નો ફોન આવ્યો કે , નેહલ નો રોડ અકકડેન્ટ થયો છે અને એ હવે દુનિયા માં નથી !
મીરા તે વખતે એની સહેલી ને કહી રહી હતી કે એનો સૌથી માનીતો રંગ પીળો છે એટલે જ આજે એને પીઠી માટે પણ એજ રંગ પેહર્યો છે !
#પીળો