તમામ બંધારણોથી મુક્ત
કોઈ શર્ત નહી
કોઈ બંધન નહી
સંપૂર્ણ સ્વતંત્રતા
ના કોઈ સમયની પાબંદી
ના કોઈ સમયસારણી
NO CALLS
NO MESSEGES
ના કોઈ દખલગીરી કે દરમિયાનગીરી
અંગત અજ્ઞાતવાસ નો અનેરો આનંદ
રાજ્યાભિષેક ના અવસર જેવો તહેવાર
કરે સૌ મનગમતો વ્યહવાર
કોઈ પ્યાર
કોઈ વાર ને
કોઈ કરે શિષ્ટાચાર
જીવો તો જીત, નહી તો હાર
સૂર્યવંશીઓ માને આભાર
આળસુઓ નો તારણહાર
સપ્તાહનો ઉતારે ભાર
લાવે ઉત્સાહની ભરમાર
આ તો છે UNIVERSAL તહેવાર
અરે હા.. હા..
તમારો જ રવિવાર
આવડે માણતા તો રોજ રવિવાર
નહિ તો લાગે સરખાં સૌ વાર
જિંદગીને પ્રેમ કરતાં હો તો
દરેક દિવસ એક રવિવાર જ છે
માનજો, માણજો
ગણશો નહી
ગણતરી વ્યાપારમાં હોય
પ્યારમાં નહી.
HAPPY FUNDAY
#Kavydrishty
-વિજય રાવલ