#હાકલ_પડી _છે
માનવતા ની તું વહારે ધા,_ગીતા_
તું માનવતા નો દીપક થા.
આજે માણસ ભીડમાં પણ
એકલો છે ત્યારે તે માણસ
ની વહારે ધા.
માનવી ને બીજું કંઈ નથી જોઈતું
ફક્ત દિલાસા બે બોલ
કહેવા જા.
કોઈ ને આપેલાં સાંત્વના નાં
બે-ચાર મીઠાં વેણથી
જો તેનો બૂઝતો જીવનદીપ
ફરી પ્રગટી જાય તો
મોટું પુણ્ય નું કામ થશે,
માનવતાની જ્યોત ઝબૂકશે.
✍️...© drdhbhatt...