"બોલાવે તમને તમારો બાળ"
સ્વામિનારાયણ ભગવાન સાંભળો ને, યોગીજી મહારાજ સાંભળો ને, પ્રમુખ સ્વામી મહારાજ સાંભળો ને, મહંત સ્વામી મહારાજ સાંભળો ને, અરજ મારી તમે મહારાજ, બોલાવે તમને તમારો બાળ..!
વાઘા અમારા પેહરો ને સ્વામી મહારાજ, કરી તિલક ચંદન કેસર નું મહારાજ, બોલાવે તમને તમારો બાળ..! સ્વામિનારાયણ ભગવાન પધારો ને..!
શોભે તમને નવરંગી રૂપી પોશાક, અતર રૂપી સુંગધી સણગાર, માથે મુગટ સોના કેરો હાર, બોલાવે તમને તમારો બાળ..! સ્વામિનારાયણ ભગવાન પધારો ને..!
ભોજન માં કેસરિયા દૂધ ના થાળ, મગજ ને મોહનથાળ, ઘી ના પકવાન, ત્રાબા પિત્તળ જળ ભર્યા લોટા, તમને પ્રેમ થી જમાળું મારા સ્વામી ભગવાન, બોલાવે તમને "સ્વયમભુ" તમારો બાળ..! સ્વામીનારાયણ ભગવાન પધારો ને..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"