થાઇલેન્ડનો એક છોકરો એક બાગમાં ફરી રહ્યો હતો તો અચાનક તેને ટોયલેટ લાગી તો તે બાગના એક જાહેર શૈચાલયમાં ગયો ને એક ટોયલેટમાં જઇને ટોયલેટ કરવા બેઠો..બે મિનિટ..પાંચ મિનિટ..પછી છ,સાત ને આઠમી મિનિટે ટોયલેટમાં ભરાઇ રહેલ એક કાળા બિન ઝેરી સાપે પોતાનું મોં ઉંચુ કરીને બે દાંત સાથે ડંખ માર્યો! આથી તે છોકરો તરત ઉભો થઇ ગયો ને પેલા સાપને પાછળથી પકડીને શૌચાલયની બહાર જઇને નજીકની એક ઝાડીમાં જોરથી ફેકી દીધો સાપે તેને તેના પગની જાંગમાં ડંખ માર્યો હતો આથી તેનો તે પગ લોહી લુહાણ થઇ ગયો હતો થોડીક તેને બુમાબુમ કરતા નજીકમા કામ કરી રહેલા કર્મચારીઓએ આવીને તરત એક એમબ્યુલન્સ બોલાવી દીધી ને તે છોકરાને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યો પછી જાણવા મળ્યું કે તેના પગની જાંગમાં બે થી ત્રણ ટાંકા લેવા પડયા હતા.
આમેય તે સાપ તો બિન ઝેરી હતો તેથી તેને શારીરીક રીતે વધુ નુકસાન ના થયું પણ જો તે સાપ ઝેરી હોત તો તેના ડંખથી તેનું મરણ પણ થઇ શકત, પછી બાગના કર્મચારીઓએ બાગની બહાર તુરંત એક સાપ જોયો ને સમજી ગયા કે આ એજ સાપ છે જે પેલા છોકરાને કરડીયો હતો! પછી એક કર્મચારીએ તેને પકડીને દુર જઇને જંગલમાં છોડી આવ્યો.
કયારે આવું પણ બની શકેછે કારણકે આવા સાપો એજ હોયછે જે પાણીમાં જ રહેતા ફરતા હોયછે...તે જ સાપો આવા ટોયલેટમાં ભરાઇ રહેતા હોયછે.
તમે પણ જરા સચેત રહેજો.