સંબંધોમાં ઘણું જ શાણપણ હોય છે, સમજો તેની ભાષા તો જ સાચું ભણતર હોય છે,
લાગણીઓનાં ઝરણાં સદા ખળખળ વહેતા હોય છે, જે પલળે તે જ ખુશનુમા બની જતાં હોય છે,
સાગરમાં ભળી નદી ક્યોં નદી રહેતી હોય છે અગાધ જળમાં તે બુંદે-બુંદ ભળતી હોય છે,
સરિતા સરીખી વહેતી લાગણી, સૌને ખુશ કરતી હોય છે, અંતે ખારાં જળથી ક્યોં કોઈની તરસ મટતી હોય છે.