ભૂરો ટેન્શનમાં
કફ માં ફરક એટલો પડ્યો,
સામાન્ય પિત્ત માં ચિત થઈ ગયો🤪
થઇ તી સિઝન ની સામાન્ય શરદી,
કોવિડ ના નામે ચિંતિત થઈ ગયો! 🤭
પીધા હળદર ના દૂધ - ફૂંકી ફૂંકી, 🤒
ને લીધા નાસિકા માં નાસ - ઝૂકી ઝૂકી 🤧
ઉકાળા - કાઢા ઘટકાવી ગયો, 😵
માદળિયામાં આસ્થા અટકાવી ગયો!
કહે ભૂરો, જો ના હોત આ સમય,
નીતરતા નાકે પણ નહાતો હોત, 🤧
પરસેવે રેબઝેબ પેલા લારી વાળાની,
તમતમતી પકોડી આરોગતો હોત!! 😋
-Atit Shah