કોને કયારે માસ્ક પહેરવું જોઇએ!
તેના સરકારે ઘણા નિયમો બનાવ્યા છે પણ હાલ પોલીસ કંઇપણ જોયા વગર આડેધડ લોકોને દંડ કરતી જ હોયછે
પહેલા માસ્ક ના પહેરનારને બસો રૂપિયા દંડ થતો હતો પછી તે વધીને પાંચસો રૂપિયા થયો ને હાલ ડબલ થઇ ગયો એટલે કે એક હજાર રૂપિયા !
હજી પણ ઘણા લોકો માસ્ક પહેર્યા વગર ફરતા હોયછે...
કોઇને કોરોનાની ચિંતા નથી!
દુકાનોમાં, ઓફિસોમાં, ફેકટરીઓમાં, કંપનીઓમાં ઘણા લોકો માસ્ક પહેર્યા વગર જ કામ કરતા હોયછે...
ને જો કોઇ ચેકીંગ આવે એટલે તરત ખીસ્સામાંથી માસ્ક કાઢીને પહેરી લેતા હોયછે ને તેઓ ગયા પછી પાછા હતા તેવા ને તેવા!
માસ્ક કયારે પહેરાય..?
➡️ જયારે તમે કોઇને સાથે વાતચીત કરી રહ્યા હો ત્યારે...
➡️ જયારે તમે ભીડમાં ફરી રહયા હો ત્યારે...અથવા,
➡️ રિક્ષામાં, બસમાં, રેલ્વેમાં, પ્લેનમાં મુસાફરી કરતા હો ત્યારે..
પણ જો તમે એકલા બેઠા હો અથવા તમે એકલા સાયકલીંગ કરતા હો અથવા તમે એકલા બાઇક, કાર ચલાવી રહ્યા હો ત્યારે માસ્ક પહેરવાની કોઇ જ જરુર હોતી નથી. કારણકે તમારી સાથે બીજી કોઇ જ વ્યકતિ નથી માટે...જ
આમ હવે હાલ ભારત સરકાર કહી રહી છે...પણ હા તમારુ માસ્ક તમારી દાઢી નીચે દેખાતું હોવુ જોઈએ જેથી તમે ભીડમાં જતા હો ત્યારે તેને સહેલાઇથી મોં ને નાક ઉપર ઉંચુ ચઢાવી શકો.