જેમ ધોયેલા કપડામાંથી પાણી નીચોવીએ તેમ ચીન હવે પાકિસ્તાનને ધીરે ધીરે નીચોવી રહ્યુછે જાણવા મળ્યું છે કે પાકિસ્તાને હવે પોતાનો દરિયો પણ ચીનને માછલીઓ કાઢવા વેચી દીધો છે! કારણકે ચીના લોકો સી ફૂડ બહુ જ ખાય છે ને હવે તેમના દરિયામાં સી ફુડ ને માછલીઓ ઘણી ઓછી થઇ ગઇ છે માટે ચીને તેનું એક ચાલાકી ભર્યુ નિશાન પાકિસ્તાનના દરિયામાં તાક્યું છે હવે માછલીઓ કાઢવા ચીને પાકિસ્તાનનો દરિયો કબજે કર્યા પછી તેની આશરે વીસ મોટી બોટો દરિયામાં ઉતારી પણ પાડી છે આથી આ જાણીને પાકિસ્તાનની પ્રજાએ સરકાર વિરુધ્ધી આંદોલનો ચાલુ કરી દીધા છે આથી ઇમરાનખાનની સરકારને લોકોને જવાબ આપવો હવે અઘરો પડી રહ્યો છે!