મારે ઝઘડો તો રોજે રોજ થાય છે.હા મારી પત્ની જોડે પણ મારા મનામણામાં હું કોઈ ત્રીજી વ્યક્તિ બોલાવતો નથી.કેમકે મારી ભૂલ હોય તો તે ભૂલ હું સ્વીકારી લઉં છું.તેમ તેની ભૂલ તે સ્વીકારી લે છે.ખાસ કરી ને ઝઘડા ઘરમાં તે પોતું મારતી હોય ત્યારે મારે કોઈ કામ માટે ઘરમાં હરફર કરવું પડે ત્યારે તે ખીજવાય કે પગ ઊંચા લઇ ને ચાલો.હવે બોલો પગ ઊંચા શી રીતે લેવા?
જમવા બાબતે હું ઓછું ખાઉ તો તે કે કે મેં રાંધ્યું ને ના ખાધું. મારું બનાવેલું નહીં ભાવતું હોય ☹️પેલાં કીધું હોત તો ઓછું બનાવતે.પિયર જવાનું તેને ઓછું પસંદ છે.હું કહું કે તું મારાથી કઁટાળી છે તો થોડા દિવસ જઈ આવ.તો તે રાજી થવાની જગ્યાએ કે કે હું તમને ગમતી નથી એટલે કાઢી મુકવી છે? 😄😄કોઈ પણ બાબતે તે મારાથી નારાજ થાય અને મારે મનાવવી હોય તો હું ખાલી મોઢું રીસાડવુ કરી બોલવાનું બંધ કરું એટલે સતત ઘરમાં બોલ બોલ કરતો હોઉં ને શાંત વાતાવરણ હોય તો તે અર્ધો કલાકમાં તો તે અકળાઈ જાય અને સામે થી સોરી કહી દે.અને મને વળગી પડે.ને કહે.જાઓ... તમને તો મારી કંઈ પડી નથી.હું જ ગાંડી કે તમારી પાછળ પાગલ છું.💃મારે #ઝઘડો દરરોજ થાય છે પણ બિચારો #ઝઘડો ફાવતો નથી ખુદ ઝઘડો જ અર્ધો કલાકમાં ઉભી પૂંછડીએ ભાગી જાય.
તમારા ઘરમાં પણ ઝઘડા થતા હશે.પણ મારા ઝઘડામાં આટલો ફેર છે.અમેં સમાધાન જાતે શોધી લઈએ છીએ.હા તે આવી ત્યારથી કોઈ જાતના વ્હેમ ને પરસ્પર સ્થાન નથી.તે કોમેન્ટ કરી લે કે તમારે તો ઝાઝી બેનપણીઓ છે.પરંતુ શંકા થી નહીં ખીજવવા કે પજવવા આવાં ઉચ્ચારણો આખો દિવસ ચાલ્યા કરતાં હોય.માટે #ઝઘડો કરવો મને ગમે છે,અને આખા દિવસમાં વારંવાર તેની ટપલીઓ ના ખાઉ તો મને ચેન નહીં પડતું.
- સવદાનજી મકવાણા ( વાત્ત્સલ્ય )
#ઝઘડો