સુરેન્દ્રનગર નગરના એક વિસ્તારમાં એક પેથાભાઇ કરીને એક ભાઇ રહેતા હતા તેમની સાથે તેમના માતા પિતા ને ભાઇઓ પણ સાથે રહેતા હતા પણ આ પેથાભાઇ કોઇ કામ ધંધો કરતા ના હતા પણ તેમને એક જ ટેવ હતી કે રોજ તેમને દારુ જોઇએ ને રોજ દારુ પીને જ પોતાના ઘરે આવતા તેથી રોજ તેમના ઘરમાં ઝગડો થતો હતો બોલાચાલી, મારામારી એ રોજ તેમના ઘરમાં બનતું હતું પણ એક દિવસ તેઓ વચ્ચે એવી બોલાચાલી થઇ જે ઝગડામાંથી મારામારી સુધી પરિણામી ને છેલ્લે પેથાભાઈના સગા માબાપ તેમજ તેના ભાઇઓએ મળીને પેથાભાઈના માથામાં એક લોખંડનું ભારે હથિયાર મારી દીધું પછી પેથાભાઇ ત્યા જ મરણ શરણ થઇ ગયા હવે આ બાજુ ઘરના સભ્યોએ પેથાભાઈની કોઇ ઓળખાણ પોલીસને ના મળે તે માટે તેમના હાથ, પગ ને માથુ ધડથી કાપી નાખ્યા ને તે બધાજ ટુકડા થેલામાં ભરીને કોઇ એક નહેરમાં નાખીને ઘરે આવી આવ્યા જાણે કંઇ બન્યુ જ નથી તેમ ઘરમાં પેથાભાઇનું પડેલું લોહી તેમની સગી માતાએ જ પોતું મારીને સાફ કર્યુ!
આ બાજુ અમુક દિવસ પછી પેથાભાઈના પરિવારે પોલીસમાં ફરિયાદ લખાવી કે અમારો દિકરો નામે પેથાભાઇ ઘણા સમયથી ગુમ થયેલછે!
પછી પોલીસે ફરિયાદને આધારે પેથાભાઇની તપાસ ચાલુ કરી પણ ઘણા સમય સુધી પોલીસને આ વિશે કોઇ જરુરી કડીઓ મળી નહી છેવટે તેમનો શક આ પરિવાર ઉપર જ પડયો ને દરેકને પોલીસ સ્ટેશને બોલાવીને સખ્તાઇથી પુછપરછ કરી તો આ પરિવાર પછી દિલથી ભાંગી પડયો ને એક પોપટની જેમ બધી જ બનેલી ઘટનાનું વર્ણન પોલીસને જણાવી દીધું ને આમ પેથાભાઈના હત્યારા તેમના ઘરવાળા જ આખરે નીકળ્યા
ત્યારબાદ બધાની પોલીસે ધરપકડ કરી લીધી.