ઝરણાઓ પર્વતની ગોદમાંથી વહી રહ્યા છે
જાણે ખળખળ કરતી દીકરીઓ
વળાવી છે સૌ સાથમાં
દીકરીઓના આંસુઓનો ધોધ
વહી રહ્યો છે કતારમાં.
ઢળતી ઉંમરે તન તો સૌનું થાકે
પણ માં વિચરી રહ્યું છે આકાશમાં
સંધ્યાના રંગો ને આંખોમાં ભરવા
અધુરા સ્વપ્નો ને પૂરા કરવા
વિહરી રહ્યું છે આશાઓની કતારમાં.
અંતિમ સત્ય છે જીવનનું
ભળી જવાનું છે રાખમાં
જીવ સદા ઝળહળતો રહે
માટે આત્મજ્યોત રાખે છે બાનમાં
દોડી-દોડીને થાકે નહીં ત્યાં સુધી
કેડીઓ કંડારતો રહે છે કતારમાં.
#કતાર