#કતાર
મૌત ની કતાર માં હું ક્યાં છું ?
કોને ખબર છે ....
સપના ને પામવાની લાલસા માં
દોડવાનું હવે છોડી દીધું છે...
જિંદગી જીવતા વર્તમાન ના
સપના જોતા હવે શીખી લીધું છે...
મૌત ની કતાર માં હું ક્યાં છું ?
કોને ખબર છે ....
ભવિષ્ય ની ચિંતા માં
વર્તમાન બગાડવાનું હવે છોડી દીધું છે....
જિંદગી ને બસ આજ ની મહેમાન માની
પળે પળ જીવતા હવે શીખી લીધું છે....
મૌત ની કતાર માં હું ક્યાં છું ?
કોને ખબર છે ....
મૌત ના ડર સાથે
પળે પળ મરવાનું હવે છોડી દીધું છે....
જિંદગી ને મૌત થી આગવી ગણી
એની સાથે મૈત્રી કરવાનું શીખી લીધું છે....
મૌત ની કતાર માં હું ક્યાં છું ?
કોને ખબર છે ....
-પર્લ મહેતા