સહજ આદત મુજબ જ તેણી એ પૂછ્યું
શર્ટ ઇન કેમ નથી કરતો ?
કેમ ફરતો રહે છે, કાયમ આમ સાવ લઘર વઘર ની માફક ?
મેં કહ્યું, હું કોઈ જેન્ટલમેન નથી, કે ફોર્મલ પણ
તે ખડખડાટ હસતાં હસતાં બોલી
મારા સરકાર, જે છો એ કહો ને, જે નથી એ તો હું ખુબ સારી રીતે જાણું છું.
કાયમ જોઉં છું તને સ્લીપર અને સેન્ડલ માં બૂટ કેમ નથી પહેરતો. ?
તેણે સાંભળ્યું ના સાંભળ્યું કરીને જવાબ આપ્યો
મને બંધન પસંદ નથી,ચપ્પલ માં હું સ્વતંત્રતા નો અહેસાસ કરું છું, મને આવારગી સુજે છે.
તો તે બોલી.. ઓ.. હો
તો તો તું એમ કર ઉઘડે પગે જ ફરતો રહે
એમ. એફ. હુસેન ની પરંપરા ને આગળ ધપાવવા કોઈ ક વારસદાર તો જોઇશે ને.!!!
ટોણો મારતાં તે બોલ્યો,ઠીક છે જોઇશ.
મને થોડો ગંભીર થતાં તે બોલી
તને જેમ રહેવું હોય તેમ રહે યાર, આ તો તને કોઈ ઠોકર ના લાગે એટલે કહું છું સમજ્યો.
અંતે તે બોલ્યો
શું સંભવ છે કે, મને કોઈ ઝખ્મ કે ઠોકર ના લાગે ?
ખુબ જ સ્વસ્થ અને આત્મવિશ્વાસ થી મારી આંખો માં આંખો પરોવી
મારા બન્ને પગ પર પગ મૂકી મને એક દીર્ધ ચુંબન ચોડી ને બોલી
જ્યાં સુધી હું તારી જોડે છું ત્યાં સુધી તો નહી જ.
-વિજય રાવલ ૩૦/૦૮/૨૦૧૯