રાજસ્થાનના પ્રતાપગઢ વિસ્તારમાં એક ગધેડો લીલુ ઘાસ ખાઇ રહ્યો હતો
વરસાદની સિઝનછે ચારેય બાજુ લીલોતરી છે માટે પ્રાણીઓને આવું લીલું તાજું ઘાસ ખાવાની બહું મજા પડે તો આ ગધેડો પણ આમ ઘાસ ખાવામાં તલ્લીન હતો પણ ઘાસ ખાતા ખાતા ઘાસમાં ફરતો એક નાનો સાપ ઘાસમાં આવી જવાથી અડધો સાપ ગધેડાના મોઢામાં ચાલ્યો ગયો ને અડધો રહયો બહાર પછી અડધો મોઢામાં ગયેલા સાપ ગધેડાના દાંતમાં ફસાઇ ગયો તેથી તે અંદર ના જઇ શકે ને બહાર પણ ના નિકળી શકે!
પછી અંદર રહેલા સાપને મોઢામાં દર્દ થવાથી તેને ગધેડાને મોઢામાં જ ડંખ મારી દીધો આથી સાપનું ઝેર ગધેડાના આખા શરીરમાં ધીરે ધીરે ફેલાઇ ગયું પછી તો પહેલા ગધેડો મરી ગયો ને ગધેડા પછી અંદર ભરાઇ ગયેલો સાપ પણ અંદર જ મરી ગયો.
નીચે ફોટામાં ગધેડાના મોઢામાં અડધો બહાર રહેલ સાપ દેખાય છે.