ઘણા સમય પહેલા વટવામાં બે ભાઇ ને તેમના ચાર બાળકો સાથે આત્મ હત્યા કરી હતી..તે સમાચાર સ્વરુપે મે આપ સૌને જણાવ્યું હતું
તો એના પછી એક નવા જ સમાચાર આવ્યા છે કે તે ભાઇઓમાં સૈથી મોટી વહુ એ પણ આ આઘાતમાંથી બચવા આત્મહત્યા કરી લીધીછે
આ બંન્ને ભાઇને પોતાના નવા લીધેલ ફલેટની ચિંતા સતાવતી હતી જે તેમને આઇ સી આસી આઇ બેંકમાંથી લોન પેટે લીધો હતો કદાચ તેના આવતા હપ્તાઓની ચિંતા હશે સાથે તે પોતાની આઠ થી દશ નાની ગાડીઓનો પણ ધંધો હતો જે તેઓ ભાડે ફેરવતા હતા તો કોઇ ગેન્ગે તેમના આ ધંધાને પણ ચોપટ કરી દીધો હતો
તો પોલીસ આ મરનાર મોટી વહુની વધુ તપાસ કરી રહીછે
ઉદાહરણ...જો કદાચ આવી ઘટના આપણી સાથે બને તો આપણે પણ શું કરીએ!
પતિ ના હોય, પોતાના સગા બાળકો માતાને છોડીને દુર ચાલ્યા ગયા હોય તો એક સ્ત્રી (મા) ઉપર શી વેદના થતી હશે તે આપણે સારી રીતે સમજી શકીએ છીએ...
(પરણ્યા પછી જો સ્ત્રીને પોતાનુ વ્હાલુ જે કંઈ પણ હોય તે તેના બાળકો જ હોયછે પછી ભલે તે એક હોય કે પાંચ હોય!)