નેપાળ સાથે ભારતના સંબંધો વરસો જુના છે પણ હમણાં હમણાં તે પાકિસ્તાન સાથેની વાતચીતમાં ભળ્યા પછી ભારત સાથેના તેના સંબંધોમાં થોડીક ગીરાવટ આવી છે સાથે સાથે હવે તે ચીન સાથે પણ વધારે સારા સંબંધો બાંધવા જઇ રહયુ છે
આમ ચીને પોતાના બે હાથથી બે દેશો ઉપર વધુ પક્કડ મજબુત બનાવી દીધી છે પાકિસ્તાન ને નેપાળ દેશો હજી પણ તેઓ જાણતા નથી કે ચીન તેઓની સાથે ચાલાકીથી કોઇ રમત રમી રહ્યુ છે! ભારતની લાખ સમજાવવાની કોશીષ કરવા છતાં તેઓ ચીનના ખોળામાં જઇને બેસી ગયાછે ને પછી તેઓએ પણ ભારત વિરુદ્ધ બોલવાનું શરુ કરી દીધુછે
જાણવા મળ્યું છે કે ચીને આશરે નેપાળના કુલ અઢાર જીલ્લાઓ પોતાના તાબે કરી દીધા છે એટલેકે ચીની સૈન્ય, ચીન ને નેપાળની આંતરરાષ્ટ્રીય સરહદેથી પંદરસો મીટરની અંદર ચીન સૈના નેપાળ પ્રવેશી ચુકી છે હાલ નેપાળ સરકાર આ વાતને છુપાવવાની કોશીશ કરી રહ્યુ છે
વરસો પહેલા પણ ચીને તિબેટમાં પણ આમ જ કર્યુ હતું જે તિબેટ આજ ચીનના કબજાનો દેશ બની ગયોછે