"પોતા સૌ પોતાતણાં પાળે એ પંખીડા પણ બચડા બીજાના કોઈક જ સેવે કાગડા." - કવિ શ્રી કાગ
"સ્વ" થી ઉપર જીવવું અઘરું છે પણ અશક્ય તો નહીં જ.. ઈશ્વર પરીક્ષાઓ એની જ લે છે જે પરીક્ષા આપવા તૈયાર રહે હંમેશા. પોતાના પેટ માટે સૌ જીવી જાણે પણ બીજાના આંતરડા ઠારે ને એની જ ઈશ્વર પરીક્ષા વધારતો હોય છે..
જેનો અંદરનો આત્મા અવાજ કરતો હોય છે ને તેનો એની અંદર બેઠેલો પરમાત્મા એને ક્યારેય હારવા નહીં દે.. ભગવાનની ઘંટી ભલે ધીમું દરે છે પણ બારીક દરે છે તમારો ઈરાદો જો કંઈક સેવા અને પરોપકાર માટે છે તો એ ક્યારેય તમને નાસીપાસ નહીં થવા દે.. આ અનુભવની વાત છે. તર્ક અને ન્યાયથી ક્યારેય ઈશ્વર સાથ નથી આપતો... આ ભરોસા નો વ્યાપાર છે.. બીજાઓ માટે જીવવું એટલે એનો અર્થ એ નહીં કે પોતાનું જીવન ટૂંકું થઈ જશે.. પણ જે ભાવ છે જે કરુણાસભર દ્રષ્ટિ જે ઈશ્વર દ્રષ્ટિ છે તેના માટે પ્રયાસ કરવો..
પોતાના વિકાસ સાથે જો માણસાઈ ની જ્યોત ભળી જાય ને તો જીવનની દિશા અને દશા પણ બદલાશે અને જે સૂકુંન અને શાંતિ મળશે એ કંઈક અનોખી હશે...
#loveforhumanity #followyourheart #feel