અમદાવાદમાં બનેલી આ ઘટનાછે
એક છોકરો ને એક છોકરી બંન્ને એકબીજાને ખુબ પ્રેમ કરતા હતા પછી તેમના ઘરના સભ્યોની રાજી ખુશી સાથે પેલી છોકરી આ છોકરાના ઘરે રહેતી હતી લગ્ન થાય તે પહેલા થોડાક સમય માટે ( લિવ ઇન રિલેશનશિપ) છોકરી પોતે એક હોસ્પીટલમાં નર્સની નોકરી કરતી હતી ને છોકરો પણ કંઇક થોડુ ઘણુ ઘર માટે કમાઇ લેતો હતો
પરંતું છોકરીના સાસુને આ સંબંધ વધુ પસંદ ના હતો આમેય તે સાસુ જ કહેવાય..પણ તેમને છોકરા સાથે બોલવામાં બહું ચાલતુ ના હતું જયારે છોકરો ઘરમાં હોય ત્યારે સાસુનું મોં બિલાડી બે થઇ જતું હતું
એક દિવસ છોકરો દુધની ડેરી ઉપર ઘરનું દૂધ લેવા ગયો હતો ને છોકરાના બાપ પણ જરાક બજારમાં આંટો મારવા નીકળ્યા હતા
આ સમયે સાસુને વહુને કંઇક કહેવાનો એક મોકો મળી ગયો જેવી વહુ તૈયાર થઈ ને હોસ્પીટલમાં જતી હતી ત્યારે જ સાસુએ પોતાનું ભાષણીયું ચાલુ કર્યુ
તું નોકરી કરવા નથી જતી, પણ આ બ્હાને ખાલી રખડવા જાયછે!
હશે તારો કોઇ સગલો તેને તુ રોજ મળવા જતી હશે!
તું મારા ઘરની વહુ બનવા જરાય લાયક જ નથી ને!
વગેરે વગેરે...
બસ રોજબરોજ સાસુના આવા કડવા વહેણ વહુને સંભળાતા ના હતા તેથી તેને આ દિવસે મનમા વધુ લાગી આવતા તરત ઘરમાં પડેલી સેનેટાઇઝરની બોટલ મોંથી અડધી ગટગટાવી લીધી...
બસ આજ સમયે છોકરો દૂધ લઇને ઘરમાં પરત ફર્યો હતો તો તેને પણ આ બધું જોયું પણ વધુ કોઇને કંઇ કોઇને પુછયા વગર ઝટ વહુને તરત હોસ્પીટલમાં તેને દાખલ કરી દીધી..
પછી તો તમને ખબર પડી ગઇ હશે! કે શું થયું હશે!
ફરિયાદ ને ધરપકડ...બીજુ તે વળી શું!