ઘણા જોયો ચહેરા બીજાના,
એક ચહેરો ઘણો છે મારા માટે,
ઘણા જોયા સપના બીજાના,
તારું સપનું સાચું લાગે મારા માટે,
ઘણા જોયા સુખ આપનારા,
તારો પ્રેમ સ્વર્ગ લાગે મારા માટે,
ઘણા આવ્યા પોતાના થઈને,
તારું પોતીકું પ્યારું લાગે મારા માટે,
ઘણા આવ્યા લાગણી વરસાવવા,
તારો સ્નેહ સુકુન લાગે મારા માટે,
ઘણા આવ્યા મને કઈક આપવા,
તારી ભેટ આગળ ફિક્કું લાગે મારા માટે,
ઘણા આવ્યા મળવા મને,
તારું આલિંગન શ્રેષ્ટ લાગે મારા માટે.
જીત ગજ્જર
#બહુવિધ