ફિલ્મ એકટર સુનીલ શેટ્ટીને તો તમે ઓળખતા જ હશો!
કદાચ આજકાલનું નવુ જનરેશન નહી ઓળખતા હોય પણ અભિનેતા સુનીલ શેટ્ટી ઘણા વરસોથી ફિલ્મ ઉધોગમાં કામ કરી રહ્યો છે.તેનો જન્મ-1961 મેગલોર (કર્ણાટક) ના મુલ્કીમાં થયો હતો તે 28 વર્ષથી આ ફિલ્મ લાઇનમાં કામ કરેછે તેની સૈથી પહેલી ફિલ્મ 1992 માં આવેલી "બલવાન" ફિલ્મ હતી તેમાં તેની હિરોઇન દિવ્યા ભારતી હતી
તે એક્ટરની સાથે સાથે સારો એવો બિઝનેસ પણ છે તે "રેસ્ટોરન્ટ ચેઇન" તેમજ "ફર્નિચર હોમ સ્ટાઇલ સ્ટોર"નો માલીક પણ છે તે ઉપરાંત ખંડાલાના હિલ સ્ટેશનમાં એક ફાર્મ હાઉસનો પણ માલિકછે તેની પત્નિ માના શેટ્ટી અમદાવાદની છે તે રીતે તે અમદાવાદનો જમાઇ પણ કહેવાય
હાલ જે રેસ્ટોરન્ટ તેની પોતાની માલિકીની છે તે રેસ્ટોરન્ટમાં વરસો પહેલા તેના પિતા વિરપ્પા શેટ્ટી વેઇટર તરીકે કામ કરતા હતા સાથે સાથે લોકોની ખાધેલી જમવાની ડિશો પણ સાફ કરતા હતા ત્યારે તેના પિતાની ઉંમર નવ વર્ષની હતી હાલ સુનીલ શેટ્ટી પોપકોર્ન એન્ટરટેનમેન્ટ પ્રોડક્શનનો માલીક પણ છે તેના લગ્નના એક વરસ બાદ એટલે કે 1992માં તે એક બાળકનો પિતા પણ બન્યો તેને હાલ બે બાળકો છે સૈથી મોટી છોકરીનું નામ આથીયા શેટ્ટીછે જે હાલ ફિલ્મોમાં કરી રહીછે ત્યાર બાદ 1996માં તેના દિકરાનો જન્મ થયો હતો તેનું નામ આહાન શેટ્ટી છે
તેની છોકરીએ ફિલ્મ "હિરો" થી ફિલ્મ કેરીયરની શરુઆત કરી હતી ત્યાર બાદ મુબારકાં, મોતીચુર, ચકનાચૂર, નવાબજાદે, જેવી ફિલ્મોમાં તે કામ કરી ચુકીછે તેનો છોકરો આહાન પણ સાજીદ નડિયાદવાલાની ફિલ્મ "તડપ"થી ફિલ્મ લાઇન ચાલુ કરી છે
સુનીલ શેટ્ટીએ આજ સુધી દિલવાલે, ગદ્દાર, મોહરા, સપૂત, ધડકન, રેફ્યુજી, હેરાફેરી, ફિર હેરાફેરી, બ્લેકમેલ જેવી ફિલ્મો કરી છે આજકાલ સુનીલ શેટ્ટી પોતાનો બિઝનેસ સંભાળી રહ્યો છે પણ જયારે તેને કોઇ સારી ફિલ્મ મળેછે તો ચોક્કસ તે ફિલ્મ કરેછે તેનો એક આલીશાન પણ બંગલોછે તે બંગલામાં મોર્ડન સ્ટાઇલ દરેક ચીજો ઉપલબ્ધછે તે તો તમે જાણતા હશો જે દરેક ફિલ્મ કલાકારના બંગલાઓમાં હોયછે આમેય ફિલ્મ કલાકાર એક પૈસાદાર વ્યકતિ જરુર હોયછે જેઓ કરોડો રૂપિયામાં પોતાના ફેમીલી સાથે જીવન ગુજરાતા હોયછે કોઇ કલાકાર પૈસો સાચવી જાણે છે તો કોઇ કલાકાર પૈસો પોતાના એશોઆરામમાં વેડફી પણ નાખેછે ને જયારે તેઓ ઘડપણે બિમાર પડેછે ત્યારે તેમની પાસે તે સમયે દવાના પણ પૈસા હોતા નથી! એવા તો ઘણા કલાકાર વગર પૈસે રિબાઇ રિબાઇ ને આ દુનીયા છોડી ગયાછે
લક્ષ્મી (પૈસા) ચંચળ હોયછે જેને હદે તેને જ હદે, જો પૈસા તમારા નસીબમાં ના હોય તો તમારી પાસેથી ચાલ્યા જાયછે.
સમાપ્ત: