નદીના બ્રીજ ઉપરથી દેખાતી આ નાની નાની ગરોળી જેવું દેખાતુ ચિત્ર એક ખૂનખાર માંસાહારી મગરોનું છે વડોદરા નજીક આવેલી વિશ્ર્વામિત્રી નદીને લોકો મગરોની નદી કહેછે જેમાં બસોથી ત્રણસો નાના મોટા મગરો જીવીત છે ને જયારે ચોમાસુ નજીક આવેછે ત્યારે આ નદીના કાંઠે વસતા લોકોમાં એક જાતનો ગભરાટ પેદા થતો હોયછે કારણકે આખા વડોદરાનું વરસાદી પાણી આ નદીમાં ઠલવાય છે ને જયારે તેના પાણીની સપાટી ઉચી ચડે છે ત્યારે આ નદીમાં રહેતા મગરો પણ પાણીની ઉપરની સપાટી ઉપર આવી જતા હોયછે તેથી તે સીધા શહેરના નજીકના વિસ્તારોમાં ફરવા નીકળી પડેછે ત્યારે રોડ ઉપર રખડતા કુતરાં ને ગાયો તેમનો ખોરાક બની જતો હોયછે કયારેક રોડના પાણીમાં ચાલતા લોકો પણ ગભરાતા હોયછે
ક્યારેક તે લોકોના ઘરોમાં પણ પેસી જતા હોયછે ત્યારે ના છુટકે લોકોને મહાનગરપાલિકાને પકડવા જાણ કરવી પડતી હોયછે ત્યારબાદ તે લોકો પકડીને ફરી પાછા નદીમાં નાખી આવેછે. જો એકવાર મગરના મોઢામાં શિકાર આવી જાય પછી તે કદી છોડતો નથી કારણકે તેના ઉપર નીચેના જડબા લોખંડી હોયછે ને તેમાંય રહેલા ચાર ઇંચના લાંબા અણીદાર દાંત તેની તાકાતમાં ઓર વધારો કરેછે. આમ તો તે ઘણા દિવસો સુધી ખાધા વગર રહી શકેછે પણ જો તેની નજરે કોઇ શિકાર દેખાય તો તે ખાધા વગર તેને છોડતો નથી.