લોકોને પ્રાણી કે પક્ષીઓ ઉપર એટલી બધી માયા ને પ્રેમ હોયછે કે તેના માટે તે કંઇ પણ કરવા તૈયાર થઈ જાયછે..
"દુબઇ દેશનું નામ તમે સાંભળ્યુ હશે
ત્યાંના દેશનો એક રાજા જેને આજે આપણે તેને વડાપ્રધાન કહીએ છીએ તેની પાસે આમ તો ઘણી બધી મોંઘી ગાડીઓ ફરવા ફરવા માટે હોયછે
જેવી કે મર્સીડીઝ, ઓડી, સ્કોડા, બી એમ ડબલ્યુ પણ તેમાંની તેની એક ગાડી મર્સીડીઝના બોનેટ ઉપર એક પક્ષીએ પોતાનો માળો બનાવ્યો હતો તો આ રાજાને એક દિવસ તે ગાડી લઈને તેને કયાંક જવુ હતું પણ જયારે તેને પોતાની આ ગાડી ઉપર કોઇ પક્ષીનો માળો જોયો તો તેને તોડી નાખવાનો જીવ ના ચાલ્યો બલ્કે તેના બદલે તે બીજી ગાડી લઈને ને પોતાના કામે ગયો આટલું તો ઠીક પણ પરત આવીને તેને ગાડીની ફરતે લાલ રીબીનથી એક બોર્ડર પણ બનાવી દીધી જેથી કોઇ વ્યકતિ અંદર જઇને તે માળાને નુકશાન ના કરે સાથે તેની વધુ સેફ્ટી માટે એક લોખંડનું પાંજરૂ પણ તૈયાર કરાવી દીધું જેથી બીજા કોઇ પક્ષીઓ તેને હેરાન ના કરે ને તેના ઇંડા કે બચ્યા ને પણ કોઈ બીજી તકલીફ ના આપે!"
(આ ઉપરથી આપણે એક વસ્તુને ધ્યાનમાં લેવી જોઇએ કે એક પક્ષીના સામાન્ય ગણાતા માળા માટે તેને લાખોની કિંમતની કાર ચલાવવાની બંધ કરી આ છે એક રાજાનો પક્ષીપ્રેમ.)
નોંધ-પક્ષી જયારે પણ માળો બનાવે ત્યારે તેને ઇંડા મુકવાનો સમય આવતો હોયછે.