(જીવન એક સફર)
આજ ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચનને કોન નહી જાણતું હોય! દેશ વિદેશના દરેક તેમના ફિલ્મ રસિકો તેમને ઓળખતા હોયછે જયારે જયારે કોઇ નવી ફિલ્મ રિલીઝ થાય ને જો તેમાં અમિતાભ બચ્ચન હોય તો તે ફિલ્મ ગમે તેવી હોય પણ તે સુપર હિટ થઇ જાયછે વરસો પહેલા તેમને પ્રથમ ફિલ્મ કરી હતી નામ "સાત હિન્દુસતાની" હતુ આમ પછી તે લગાતાર ફિલ્મો ઉપરા ઉપરી કરતા ગયા પણ જયારે તેમની એક ફીલ્મ જંજીર આવી ત્યારથી તે લોકોમાં સુપરસ્ટાર બની ગયા ત્યાર પછી તો તેમને આવતી ફિલ્મો ઘણીજ સુપરહીટ સાબીત થઇ જેમકે દિવાલ, મજબુર, યારાના, કશ્મેવાદે, હેરાફેરી, લાવારસ, શોલે, શાન, જેવી ફિલ્મો સારી હોવાથી તેમના ફિલ્મી રસિકોએ તેમને સુપરસ્ટારનું બિરુદ આપી દીધું સાડા છ ફુટની ઉંચાઇ ને સિંગલ બોડી ધરાવતા આ અભિનેતા જયારે ગુન્ડાઓની ટોળીમાં ફાઇટીંગ થતી હોય ત્યારે આખો સિનેમા હોલ ચીસો ને તાળીઓ પાડીને આનંદ લેતો હતો તેમની સ્પીચ, ચાલવાની અદા, વાળની સ્ટાઇલ, ઘણા લોકપ્રિય હતા
જો તેમની સૈથી વધુ કોઇ હિટ ફિલ્મ સાબીત થઇ હોય તો તે શોલે હતી તેનો છેલ્લો સીન જે હતો કે જયારે ડાકુઓની બંદૂકની ગોળી વાગે છે ને તે ધર્મેન્દ્રના ખોળામાં માથુ મુકીને મરી જાયછે તે સીન શોલે ફિલ્મનો નંબર વન સીન કહેવાય
તેમના જીવનમા ઘટેલ થોડાક મુદ્દાઓ ટુંકા સ્વરુપે...
1) ઘણા સમય પહેલા ટીવીમાં રાત્રે સવાલ જવાબનો એક પ્રોગ્રામ આવતો હતો "કોન બનેગા કરોડપતિ જે ખુબ જ લોકપ્રિય થયો હતો"
2) કુલી ફિલ્મના એક શુટિંગમાં મારામારીના સીન વખતે તેમને પેટમાં ઘાતક ઇજા થઇ હતી તેથી તે ઘણા સમય સુધી હોસ્પીટલમાં સારવાર કરવા રહ્યા હતા તેમના માટે તે સમયે જીવવાના ચાન્સીસ ઘણા ઓછા હતા પણ લોકોની લાગણીઓથી તેઓ બચી ગયા હતા
હાલ અમિતાભ બચ્ચનની ઉમર લગભગ 90 વર્ષની આસપાસ છે છતાંય પણ તેઓ હાલ પણ ફિલ્મો કરી રહ્યા છે હમણાં તેમને છેલ્લો એવોર્ડ "દાદા સાહેબ ફાળકે" મળ્યો જે ભારતના રાષ્ટપતિએ પોતાના રાષ્ટભવનમાં બોલાવીને આપ્યો હતો ત્યારે તેમને ટુંકા પ્રવચનમાં કહ્યુ હતુ કે હું મારા અંતિમ શ્વાસ સુધી ફિલ્મોમાં કામ કરવા માગુંછું હવે તેમની આ ઉંમરે તો તેમની આસપાસ જે કલાકારો પહેલા કામ કરતા હતા તે તો ક્યારનાય ઉંમરના કારણે ઘેર બેસી ગયા તો ઘણા આ દુનીયામાંથી ચાલ્યા પણ ગયા..
અમિતાભ બચ્ચનની પત્નીનું નામ જયા ભાદુરીછે તેમને સંતાનમાં બે બાળકોછે જેમાં અભિષેક બચ્ચન ને શ્વેતા બચ્ચન બંન્ને પરણેલ છે
તેમનો જન્મ ઉત્તર પ્રદેશના અલાહાબાદમાં એક હિન્દુ પરિવારમાં થયો હતો તારીખ 3 જુન 1973 ના રોજ જયા ભાદુરી સાથે બંગાળી રિવાજ પ્રમાણે તેમને લગ્ન કર્યા હતા.
તેમનુ અસલ નામ ઇન્કલાબ હતુ જયારે ભારતની આઝાદીના સમયે ઇન્કલાબ જીંદાબાદનો લોકો નારો ચલાવતા હતા તેના ઉપરથી આ નામ પાડ્યુ હતું તેઓએ દિલ્હી યુનીવર્સીટીમાં ભણીને વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરીછે ભણ્યા પછી તેમને થોડોક સમય ભારતની શીપીંગ કંપનીમાં બ્રોકરની નોકરી પણ હતી તેમના પિતા હરિવંશરાય બચ્ચન ભારતીય હતા જયારે તેમની માતા પાકિસ્તાનના ફૈસલાબાદના શિખ પરિવારમાં હતા ત્યારે ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ એક જ દેશ હતા પછી તેઓ બંન્નેના ભાગલા પડ્યા તેઓ દુનિયામાં અલગ અલગ દેશ તરીકે ઓળખાયા
આમ અમિતાભ બચ્ચનના જીવનની વાતો તો ઘણી જ છે જો લખીએ તો એક આખી બુક લખાઇ જાય પણ તેમના જીવનના અમુક જરુરી અંશો જાણીએ તો પણ આપણે તેમના જીવનનું ઘણુ બધુ જાણવા મળી જાયછે.
સમાપ્ત 🙏