"ઈશ્વર "
મારો ઈશ્વર તો સંસારની રાજરાજમાં છે,
સૂર્યોદય થાય છે, સંસારને અજવાળે છે......
વિશ્વ બીબા મહી ચેતન એ નવું ઢાળે છે,
ત્યાં જ પાંગરતી પ્રભુતા મને દર્શન દે છે,
મારો ઈશ્વર તો આ સંસારની રજરજમાં છે.....
માનવી સર્જી દીધો કોણે આ માટીમાંથી,
ધાન્ય, ફળ, ફૂલ, સૌ પેદા થયાં ધરતીમાંથી,
મારો ઈશ્વર તો આ સંસારની રજરજમાં છે.....
મને મસ્જિદની તમન્ના નથી શ્રદ્ધા માટે,
મને મંદિરની જરૂરત નથી પૂજા માટે,
સર્વ વ્યાપીને વળી બંધનો આવાં શાને?
મારો ઈશ્વર તો આ સંસારની રજરજમાં છે.....હેત