સિરિયલ ને ફિલ્મી એકટર સુશાંતસિહ
રાજપુતે આપઘાત કર્યે લગભગ ચાલીસ દિવસ થઇ ગયા છે છતાંય પોલીસ આજસુધી તેના અસલી ગુનેગારને પકડી શકી નથી તેનું રહસ્ય દિવસે ને દિવસે ચક્રવ્યૂહની માફક ઉંડુ ને ઉંડુ જતું લાગે છે બસ હજી પણ રોજ એકના એક સમાચાર અખબારોમાં આવતા હોયછે કે તેને કોઇ જ આત્મહત્યા કરી જ ના હતી બલ્કે તેને પહેલેથી જ મારી નાખીને છત ઉપર લટકાવી દેવાયો હતો પણ તેના પોસ્ટ મોટમના રિપોર્ટમાં ખરેખર તેને પોતે જ આત્મહત્યા કરેલ છે તેમ તેના રિપોર્ટમાં જણાઇ આવે છે સુશાંતના પપ્પાએ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદમાં એ પણ લખાવ્યું છે કે તેની ગર્લ ફ્રેન્ડ રિયા ચક્રવતીએ તેની સાથે કોઇ જાદુ ટોના કરેલું હતુ કારણકે સુશાંતના બેન્ક એકાઉન્ટમાં મરતા પહેલા અઢાર કરોડ રૂપિયા કેશ બેલેન્સ હતું જે આજે માત્ર ચાર કરોડ રૂપિયા જ બેલેન્સછે સુષાન્તે એવો કોઇ જ નકામો ખર્ચો કર્યો ના હતો તો બીજા પૈસા કયાં ગયા!
આમેય રિયા ને સુશાંત એક લીવ ઇન રિલેશનશીપ તરીકે સાથે રહેતા હતા એટલે કે પરણ્યા પહેલાના લાઇફ પાર્ટનર માટે જાણવા મળ્યું છે કે રિયાના ખર્ચા પણ ઘણા જ હતા મેકઅપની સામાન, સાડીઓ,ઘરેણાં, ડ્રેસીસ, જેવા ખર્ચા બેહદ હતા તેથી સુશાંતના પપ્પાને એવું લાગે છે કે રિયાએ જ સુશાંતના પૈસા ગમે તેમ વેડફી નાખ્યા છે પોલીસ રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યુ છે કે રિયાએ એક સાધુ અથવા કોઇ સંતનો પણ આ બાબતે સંપર્ક કર્યો હતો જેને અવાર નવાર સુશાંતના ઘરે બોલાવતી હતી ને અનેક જાતની વિધીઓ પણ ઘરમાં કરાવતી હતી તો તે કોના લીધે! પોતાના માટે કે સુશાંત માટે! તે હાલ કંઇ ચોક્કસ કહી ના શકાય પણ આશા છે કે એકના એક દિવસ તો સુષાન્તની આત્મહત્યાનું ગુચડું જરુર ઉકલી જશે
હાલ રિયાનો કોઇ પત્તો નથી! ફોન સ્વીચ ઓફ આવેછે ને તે સામેથી પોલીસને તેનુ બયાન આપવા આવતી નથી...આથી આ બાજુ પોલીસનો શક વધુ મજબુત બનતો જાય છે