આપણે એવા તો ન હતા
સમસ્યા કોઈપણ હોઈ
ઉકેલી હતી સંગાથે સૌ
સમય સાથે કંઈક બદલાયું
સ્વભાવ આપણા પણ
હવે કંઈક ખૂંચે છે ખરું
સંગ તમારે સમસ્યા ક્યાં
પરેશાન કરતી હતી કદી
સમસ્યાને પણ બદલી નાખી
અવસરમાં ઘણી વાર
શંકા કુશંકામાં આજે ઘેરાયા
સમસ્યા મોટી થતી ગઈ
એકબીજા પર દોષારોપણ
જાણે સહજ બની ગયું
આવો સમયને પાછળ લઇ જઈએ
સમસ્યાને અવસરમાં બદલી નાખીએ
#દોષારોપણ