લગભગ સો વરસથી અમેરિકામાં ગુજરાતી પરિવારો રહેછે ત્યારથી લેઉવા પાટીદાર સમાજની એક સંસ્થા ચાલે છે તેઓ ભારતની સંસ્કૃતિનો વધુ ને વધુ ફેલાવો કરેછે અમેરિકામાં જન્મ લેતા નાના બાળકો પણ ભવિષ્યમાં ભારતીય સંસ્કુતિને યાદ રાખે તે માટે આ સંસ્થા જાત જાતના પ્રોગ્રામ તેમજ ભારત દેશના દરેક ત્હેવારો ભારતીય પરંપરા અનુસાર ઉજવાય તે માટે અથાક પ્રયત્નો કરેછે કોઇ ગુજરાતી પરિવારને કોઇપણ જાતની મુશ્કેલી હોય તો પણ આ સંસ્થા તાબડતોડ તેમને પણ મદદ કરેછે હાલ અત્યાર સુધી આ સંસ્થામાં પુરુષ જ વડા બનીને આવતા હતા પણ આ વખતે સર્વ સંમતિથી ગુજરાતના એક લેઉવા પાટીદાર નામે નેન્સા પટેલની વરણી થવા પામી છે આ નેન્સા પટેલ લગ્ન પછી પહેલા લંડનમાં રહેતા હતા ત્યાર બાદ તેઓ પછી અમેરિકા સ્વીફ થયા ત્યા જઈ ને તેમને પહેલો મોટલનો બિઝનેસ ચાલુ કર્યો હતો હાલ પણ તેમનો એજ બિઝનેસ ચાલુ રહ્યો છે પણ હાલ તે તેમના પતિ સંભાળી રહ્યા છે જયારે નેન્સા પટેલ ગુજરાતી લેઉવા પાટીદાર સમાજની સેવા કાર્ય કરેછે આ તેમની કામ કરવાની નિતિ ને ઉસ્સાહ જોઇને સૈએ તેમને એક ઉચ પદ ઉપર નિમણુંક કરી છે.. અભિનંદન.