અમદાવાદના જમાલપુર વિસ્તારમાં એક ચાનો સ્ટોલ..સમય રાતના આઠ વાગ્યા પછી પણ ખુલ્લો હતો ત્યારે જમાલપુર પોલીસ ચોકીના બે પોલીસ કર્મી તેમના એરીયામાં આંટો મારવા નીકળ્યા હતા આમેય સરકારે રાત્રીના આઠ વાગ્યા પછી દરેક ચાની લારી પાનના ગલ્લા બંધ કરવાનું કહ્યુ છે તેથી જમાલપુર એરીયાનો આ ચાનો સ્ટોલ આઠ વાગ્યા પછી પણ ખુલ્લો હતો તેથી પોલીસે પુછ્યુ કે કેમ ભાઇ તારો સ્ટોલ હજી સુધી પણ ખુલ્લો છે!
કહેવાય છે ને માણસને આવી સાદી ભાષા પણ સમજતા વાર લાગેછે તો પોલીસની આ પુછપરછથી પેલા સ્ટોલવાલા ભાઇ ગુસ્સે થઈ ગયા ને પોલીસને કહેવા લાગ્યા કે તમારાથી જે થાય તે કરી લો ને તમે જો વધુ કંઇ કરશો તો તમારી આ પહેરેલ વર્ધી પણ ઉતરાવી દઇશ! મારી પહોંચ બહુંછે!
ચોરી ઉપરથી સીનાચોરી! કાયદો તેમને કદાચ ખબર નહી હોય! આમ બંન્ને પક્ષોની વધુ બોલાચાલી થવાથી પોલીસવાળા તેને પોલીસ સ્ટેશન આવવાનું કહ્યુ ત્યારે આ ભાઇ પોતાનો સ્ટોલ આમ જ ખુલ્લો મુકીને ભાગ્યા પોલીસ પણ તેમની પાછળ દોડી પણ આ ભાઈ ભાગવામાં સફળ થયા આ બાજુ પોલીસે પોતાના પોલીસ સ્ટેશન આવીને તેના વિરુધ્ધ ફરિયાદ લખાવી કે આ ભાઈ પોલીસના કામમાં ડખલગીરી કરતા હતા ને લોકડાઉનના સમયનો ભંગ પણ કર્યો છે ત્યારબાદ એક બીજી ટીમ આ ભાઈ ને પકડવા તેમના સ્ટોલ ઉપર ગઇ પછી તો તે ભાઇ વધુ પોલીસ સ્ટાફ જોઇને સહેલાઇથી પકડાઇ ગયા ને તેમને પોલીસ સ્ટેશન લાવ્યા પછી તેમની પુછપરછ કરી તો ભાઇની ઓચિંતી તબિયત બગડી ગઈ!..હાલ તેમને નજીકની હોસ્પીટલમાં દાખલ કરેછે બાકીની કાર્યવાહી તેઓ હોસ્પીટલમાંથી સાજા થઇને બહાર આવ્યા પછી થશે તેમ સુત્રો જણાવે છે.
"ટુકમાં કોઇ પણ ગુનો જો આપણાથી થતો હોય તો તેને કબુલ કરી દેવો જોઇએ જેથી આવી પાછળથી બીજી કોઇ વધુ મુશ્કેલી ના આવી જાય."