વડોદરા શહેરનો એક વિસ્તાર જે ગોત્રી ના નામે ઓળખાય છે ખરેખર તો આ ગોત્રી એક ગામછે જેથી તેની આજુબાજુનો વિસ્તાર પણ ગોત્રીના નામે ઓળખાય એ સ્વાભાવિકછે ગુજરાતના દરેક શહેરોના બહારના વિસ્તારો નજીકના ગામના નામથી ઓળખાતા હોયછે તો આ ગોત્રી વિસ્તારમાં એક બાપ ને તેની એક જુવાન છોકરી કોઇ કામ અર્થે હોસ્પીટલમાં જતા હતા તેથી રિક્ષાની રાહ જોઇને રોડ ઉપર ઉભા હતા તો દુરથી આવતી એક રિક્ષાને ઉભી રહેવા તેમને પોતાનો હાથ કર્યો..રિક્ષા નજીક આવીને ઉભી રહી તો રિક્ષામાં પહેલા છોકરી ચઢીને બેસી ગઇ આ વેળાએ તેનો બાપ નજીકમાં કંઇક ચીજ માટે સહેજ ઉભો રહ્યો તો તેવામાં રિક્ષાવાળાએ તેની રિક્ષા ભગાડી મુકી એટલે આ જોઇને બાપે બુમો પાડી અરે ઓ રિક્ષાવાળા મને લીધા વગર કેમ રિક્ષા ચલાવી મુકી! પણ રિક્ષાવાળાના મગજમાં કંઇક અલગ જ વિચારો દોડતા હશે એ છોકરીના બાપને ખબર ના હતી...બાપે પછી ઘેર રહેલા પોતાના છોકરા સાથે વાત કરી કે બેટા અહી આવું બન્યુ છે તો તુ જલદી આ જગ્યાએ આવીજા..તેથી છોકરો પોતાની બાઇક લઇને જલદી બાપ પાસે આવી પહોંચ્યો ને બાપ ને દિકરો બંન્ને સાથે બાઇક લઇને તે રિક્ષાનો પીછો કરવા નીકળી પડયા..ઠેઠ રેલ્વે સ્ટેશન સુધી ગયા પણ તે ભાગેલી રિક્ષા તેમને દેખાઇ નહી..હવે તમે જ સમજો કે આટલી હજારો રિક્ષાઓ શહેરમાં ફરે છે તેમજ તેમના રંગ પણ એક જેવા જ હોયછે તો બાપને પેલી રિક્ષા કયાંથી મળશે, જેમાં પોતાની છોકરી બેઠેલી હતી! છતાંય તેમની એક નજર ખુણામાં ઉભેલી રિક્ષા ઉપર પડી તો તેમાં તેમની પોતાની છોકરી બેઠેલી હતી બાપ દિકરો ધીરેથી તે રિક્ષા તરફ બાઇક લઇને પાછળથી ગયા પણ ચાલાક રિક્ષાવાળો છોકરીના બાપને ત્રાંસી નજરે જોઇને પોતાની રિક્ષા હાલોલ રોડ ઉપર ભગાડી મુકી આગળ રિક્ષા ને પાછળ બાઇક..આમને આમ ઘણા કિલોમીટર સુધી તે બંન્નેયે અંતર કાપ્યુ પણ બાપથી તે રિક્ષા ના પકડાઇ છોકરો પણ પોતાની બાઇક ભગાડી ભગાડીને થાકી ગયો હતો પછી પોતાની નજરોની સામે જ પેલી ગાયબ થતી રિક્ષા ને જોતા જ રહી ગયા...ને પછી વિલા મોંઢે પોતાના ગામમાં પરત આવીને ગામના જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી કે એક રિક્ષાવાળો મારી છોકરીને પોતાની જ રિક્ષામાં બેસાડીને કયાંક લઇ ગયોછે. (અપહરણ) એક દિવસ..બે દિવસ ને ત્રીજા દિવસ પછી પેલી છોકરીને રિક્ષાવાળાએ હાલોલના કોઇ એકાંત રસ્તા ઉપર છોડી મુકી ત્યારબાદ તે રિક્ષાવાળો પણ પછી પોતાની મંજીલ તરફ ચાલ્યો ગયો...છોકરી જેમ તેમ કરીને બે દિવસ પછી પોતાને ઘેર આવી તો તેને જોઇને પરિવારને આનંદ થવાને બદલે આંખોમાંથી આંસુ ટપકવા માંળ્યા.. કારણકે છોકરીએ પોતાની સાથે બનેલી દરેક ઘટનાનું વર્ણન કરી દીધું તે જાણીને જ તેના મા બાપ ને ભાઇની આંખો..આંસુથી ભીંજાઇ ગઇ
હાલ પોલીસ આ રિક્ષાવાળાને શોધી રહી તેની રિક્ષાનો નંબર, તેનું નામ, તેનું રહેવાનુ ઠેકાણું બધુ જ આજ પોલીસની ફાઇલમાંછે પોલીસની શોધખોળ હાલ પુરગતીએ ચાલુછે "જાણવા મળ્યું છે કે રિક્ષાવાળાની પત્ની પણ તેના આવા ખરાબ કારસ્તાનને લીધે તેને બે વરસ ઉપર જ છોડીને પોતાના પિયર ચાલી ગઇછે!"
(રિક્ષામાં એકલા બેસતા વિચારશો..)