તાતા નેનો કારને સૈ કોઇ જાણતા હશે ને રોડ ગલીઓમાં જોઇ પણ હશે ઘણા જ અલગ અલગ રંગોમાં આવતી હતી શરુઆતમાં નવી એક લાખ રુપીયામાં આ કાર મળતી હતી પછી તેનો ભાવ વધીને એટલો ઉંચકાયો કે તે પોણા બે લાખ સુધીનો થઈ ગયો છે વરસો પહેલા રતન તાતાનું એક સ્વપ્ન હતું કે હું ભારતમાં એવી કાર બનાવું કે કોઇ પણ મધ્યમ વર્ગનો માણસ તે સહેલાઇથી ખરીદી શકે ને તેમને તે બનાવી પણ ખરી, એક ગરીબ વર્ગ માટે
એક દિવસ ચોમાસાની રુતુ હતી તેઓ એક રોડ ઉપર પોતાની ઓફિસે કારમાં બેસીને જઇ રહયા હતા ત્યારે તેમને એક સ્કુટર ઉપર બેઠેલા એક ફેમીલીને જોયું તેઓ કુલ પાંચ જણ એક સાથે સ્કુટર ઉપર વરસાદમાં પલરતા જઇ રહયા હતા બસ ત્યારે તેમને પોતાના મનમાં નાની ને સસ્તી કાર બનાવવાનું બીજ રોપ્યું હાલ તો આ નેનો કાર બનાવવાની પણ બંધ થઈ ગઇ છે પણ તેમને વિચારેલું તે સ્વપ્ન જરુર પુરુ કર્યુ તે કાર કેમ ના ચાલી તેનુ એક કારણ મારા વિચાર પ્રમાણે તેનુ એન્જીન આગળ ના બદલે પાછળ મુકવામાં આવ્યુ હતુ જે બીજી કોઇપણ કારમાં આવુ પાછળ નથી આવતું ને બીજુ કારણ તેનો આકાર એક ઇંડા જેવો બનાવેલો જે કદાચ લોકોને ના ગમ્યો હોય શકે પણ હમણાં આ તાતા કંપનીએ એક સોનાથી મઢેલ એક નવી કાર બનાવી છે જેમાં અઢાર કિલો સોનું ને આઠ કિલો ચાંદી વાપરીછે પણ તેમને આ કાર બજારમાં વેચવા માટે નથી બનાવી પણ બલ્કે એક યાદગીરી માટે બનાવી છે કે લોકો તેને જોઇને પાછળ નેનોનો તેનો આખો ઇતિહાસ સમજી શકે. તેને બનાવવાની કિમત કુલ બાવીસ કરોડ રુપીયા આવી છે તેમ સુત્રોએ જણાવ્યું છે હાલ તૈયાર થઈ ને તાતાની કોઇ ઓફિસમાં મોજુદ પણ છે.