સેનેટાઇઝરનો ઉપયોગ ફકત હાથ ધોવા માટે જ થતો હોયછે બીજા કામ માટે તેનો કોઇ વપરાશ થતો નથી જે ચોખ્ખુ પેકીંગ ઉપર લખેલું હોયછે
આ સેનેટાઇઝરમાં અમુક માત્રામાં આલ્કોહોલનું પણ પ્રમાણ સારી એવી માત્રામાં હોયછે જે હાથમાં રહેલા જીવ જંતુઓને સહેલાઇ નાશ કરી શકેછે પણ આન્ધ્રપ્રદેશના એક વિસ્તારમાં સેનેટાઇઝર પીવાથી કુલ નવ જણના મોત થયેલાછે
ત્રણ ભિખારી, ત્રણ રીક્શાવાળા, ને બીજા ત્રણ રોજ દારુ પીનાર જાણવા મળ્યું છે કે આજકાલ કોરોનાને લીધે છુટથી દારુ મળતો નથી ને આ પ્રદેશની ઘણી ખરી દુકાનો હાલ પણ બંધ હાલતમાંછે આથી દારુ ના મળવાના કારણે લોકો રોજીદી ટેવ માટે જાત જાતના પ્રયોગો કરતા હોયછે આ લોકો પણ રોજ પાણી કે સોડા ઉમેરીને પીતા હતા તેથી તેમને આલ્કોહોલ સાથે સાથે કંપનીએ તેમાં નાખેલ બીજા રસાયણો "કેમિકલો"ના લીધે તેમના પેટમાં ખરાબ રીતે અસર થવાથી સારવાર કોઇ મળે તે પહેલા જ તેઓ કીડીઓની જેમ ટપ ટપ આમ તેમ મરણ પામ્યા છે પોલીસ વધુ તપાસ કરી રહી છે.