કદાચ સોમવારે આવતી બકરી ઇદને લીધે બકરીઓની કિંમતો વધી જવા પામી છે બકરી ઇદ મુસલમાનોનો આ એક પવિત્ર દિવસ મનાય છે સામાન્ય રીતે એક બકરી કિંમત લગભગ પંદર વીસ કે પચ્ચીસ હજારની આસપાસ હોયછે પણ એક ભાઇ પાસે હાલ એક બકરી છે તેનો ભાવ તેને દોઢ લાખ રુપિયા રાખ્યો છે તમને નવાઇ લાગશે કે આટલો વધારે ભાવ શા માટે!
તો તેનું રહસ્ય એ છે કે તેના માથા ઉપર ચાંદ આકારનું એક કુદરતી ચિત્ર છે તેથી તેના માલીકે તેનો ભાવ દોઢ લાખ રુપિયા રાખ્યો છે કહેવાય છે કે આવી બકરીનું બલીદાન કરવાથી અલ્લાહ ખુશ થાયછે ને તે જરુર તેનો સ્વિકાર પણ કરેછે...આમાં આવા માણસોની એક અનશ્રધા કહો કે પછી તે ગમે તો પણ જેની આ બકરી છે તેનો તો તેની બકરીનો સારો એવો ભાવ મળવાનો છે હાલ ઘણા ગ્રાહકો તેને જોવા ને લેવા આવેછે પણ તે માલીક નીચા ભાવે વેચવા તૈયાર નથી તેને એક છેલ્લી વ્યક્તિ પાસે ભાવ દોઢ લાખ રુપિયા મળ્યો છે પણ તેની ઇચ્છા બે લાખ રુપીયા સુધીની છે જોઇએ હવે કોણ બે લાખ રુપિયામાં આ બકરી ખરીદેછે!