વડતાલ ગામ ને વડતાલનું મંદિર એટલે ભગવાન સ્વામી નારાયણનું એક પવિત્ર ધામ...ખુબજ સુંદર ને સરસ મંદિર જિંદગીમાં દરેકે એકવાર જોવાનો ને દર્શન કરવાનો લ્હાવો અચુક લેવો જોઈએ..તેવુ કહેવું કોઇ જ ખોટુ નથી.
પણ આજકાલ આ મંદિર ફરી એકવાર મિડીયાની ચર્ચામાં આવ્યુ છે
કહેવાય છે કે એક સ્ત્રીએ કોઇ સાધુ ઉપર સાચો કે ખોટો કોઇ આરોપ મુક્યો છે કે એક સાધુએ તેની પાસે કોઇ ખરાબ માંગણી કરી હતી!!!
મિડીયામાં આ અંગે વધુ માહિતી આવી નથી પણ ઘણા લોકો મંદિરને અથવા ત્યા રહેતા સંત સાધુઓને ખરા ખોટા આરોપો મુકીને બદનામ કરવાની કોશિશ કરતા હોયછે.
મંદિર એટલે ભગવાનનું સ્થળ અથવા ધામ તેથી આમાં દરેક જ્ઞાતિના લોકો દર્શન કરવા જતા હોયછે તેમાં નાનાં છોકરાં પણ હોય નવયુવાન યુવક યુવતીઓ પણ હોય ને ઉંમર થયેલ ખખડી ગયેલાં ઘરડાં પણ હોય જે લાકડીના ટેકે મંદિરના પગથિયા ચડતા હોયછે ભગવાન દરેક લોકોનો સ્વિકાર કરેછે આવો ને મારા દર્શન કરો ને પાવન થાઓ ત્યા મંદિરમાં રહેતા નવયુવાન સાધુઓ ભગવાનની દરેક સેવા ધર્મના આધારે કરતા હોયછે પણ એવા સમયે તેની સામે કોઇ સુંદર ને દેખાવડી સ્ત્રી જો આવી જાય તો તે શું કરશે! નજર તો નહી હટાવી શકે ને! તે પણ સાધુ પહેલા માણસ હતો પણ પછી તેની પ્રભુ ભક્તિએ તે સાધુ થઈ ગયો..શું તેનામાં દિલ નથી! શુ તેનામાં બીજા પ્રત્યે લાગણીઓ નથી!
શું માણસ પોતાના શરીરે કપડાંથી જ ઓળખાય છે કે આ પૈસાદારછે કે આ ગરીબછે! આ સારો છે કે આ ખરાબછે જી નહી. પ્રુથ્વી ઉપર રહેલા દરેક જીવના એક ખુણામાં ભગવાને એક દિલ મૂકેલું છે જેથી તે પોતાનો પ્રેમ લાગણીઓ બીજાઓ ઉપર વ્યકત કરી શકેછે એવું કદી ના વિચારવું કે એક સાધુ સંસાર નથી બનાવી શકતો..ઘણા સાધુ સંત દિક્ષા લીધા પછી પણ પોતાના સામાન્ય જીવનમાં ઇચ્છા અનુસાર પરત આવ્યા હોયછે આરોપો તેને જ કહેવાય કે કોઇએ સાચે જ જોયેલા હોય નાની નાની વાતોથી મોટું સ્વરુપ કયારેય ના અપાય...સંત સાધુ આમ જ નથી થવાતું તેના માટે પણ તે વ્યક્તિને ઘણી આકરી કસોટીમાંથી પાર ઉતરવું પડતું હોયછે દર સમયે આવા આવતા સમાચારને આપણે ધ્યાનમાં ના લેવા જોઈએ.
ભગવાન સૈનુ ભલું કરે, જય સ્વામી નારાયણ 🙏