ભારત દેશના કોઇ એક રાજ્યમાં કાનપુર નામનું નાનુ શહેર છે આ શહેરમાં એક ભરવાડ બકરીઓ પાળતો હતો એક દિવસ તે પોતાની બકરીઓને લઇને આજુબાજુના ખેતરોમાં ઘાસ ચરાવવા લઇ ગયો પણ તેમાથી બે બકરીઓ તે ઘરે જ રાખીને ગયો હતો કારણ જે હોય તે એવા સમયે કાનપુરની પોલીસ પોતાની ગાડી લઈને તેના ઘેર આવી તો જોયુ તો ભરવાડ પોતાની બકરીઓ સાથે ઘેર હતો નહી માટે ઘરની બાજુમાં બાંધેલ તેની બે બકરીઓ પોલીસ તેમની ગાડીમાં નાખીને પોલીસ સ્ટેશન લઇ જતી હતી તો આજુબાજુ રહેનાર બીજા લોકોએ પુછ્યુ કે સાહેબ બકરીઓને કેમ લઇ જાવ છો!
તો પોલીસોએ જવાબ આપ્યો કે બકરીઓએ મોઢે માસ્ક પહેર્યું નથી માટે તેની અમે ધરપકડ કરીએ છીએ આ બાજુ ભરવાડ પોતાની બકરીઓ લઇને ઘરે આવેછે ત્યારે તેને ઘેર બાંધેલ બે બકરીઓ દેખાતી નથી તો આજુબાજુ લોકોને પુછ્યુ કે મારી બે બકરીઓ કયાં ગઇ! હું તેમને અહી ઘેર મુકીને ગયો હતો તો લોકોએ કહ્યુ કે પોલીસ આવી હતી તે લોકો તારી બકરીઓને ગાડીમાં નાખીને પોલીસ સ્ટેશને લઇ ગયા અમે લોકોએ કારણ પુછ્યુ તો કહે કે આ બકરીઓ માસ્ક મોંઢે પહેર્યું નથી ભરવાડ તો ઉતાવળે ઉતાવળે પોલીસ સ્ટેશન પહોંચ્યો ને પોતાની બકરીઓ વિશે વિગતે વાત કરી તો પોલીસે કહ્યુ કે અમે તને જ પકડવા માંગતા હતા તેથી તારી બકરીઓ અમે લઇને આવ્યા છીએ જેથી તું સરળતાથી અમારા કબજામાં આવી શકે તારી ફરિયાદ મળી છે કે તું હમેશાં મોંઢે માસ્ક પહેરતો નથી ને માસ્ક પહેર્યા વગર બકરીઓને રોજ ચરાવવા લઇ જતો હોયછે
તો તારે એનો દંડ ભરવો પડશે હાલ પણ તુ માસ્ક પહેર્યા વગર જ અહી આવ્યો છે ને!
માટે દંડ ભર ને પછી જ તારી બકરીઓ લઈ જા તરત ભરવાડે માસ્ક નહી પહેરવાનો દંડ ભર્યો ને ત્યારબાદ પોલીસે તેની બકરીઓ ઘેર લઇ જવા માટે રજા આપી..
પોલીસનું કહેવું એમ છે કે જો લોકો પોતાના પાલતું કુતરાં ને માસ્ક પહેરાવતા હોયછે તો બકરીઓને માસ્ક કેમ નથી પહેરાવતા!!! 😋
આ એક સમાચાર છે...